Hathi Jobs એ પોતાની પહેલી મોબાઇલ એપ લોન્ચ કરી
નવી દિલ્હી, May 30, 2017 via PRNewswire
ભારતમાં બ્લૂ કોલર રોજગાર વાંચ્છુઓને ટારગેટ કરતી એન્ટ્રી લેવલની જોબ્સનો માર્ગ મોકળો કરનારી એપ
ભારતમાં સૌથી વિશ્વસનીય અને નામાંકિત બ્લૂ કોલર જોબ્સ માર્કેટપ્લેસ એવી Hathi Jobs એ આજે Android માટે ઉપલબ્ધ એવી પોતાની પહેલી મોબાઇલ એપના લોન્ચની જાહેરાત કરી હતી.
(Photo: http://mma.prnewswire.com/media/516945/Just_Jobs_Android_App_Screenshots.jpg )
Hathi Jobs એ તાજેતરમાં જો પોતાની વેબ એપ્લીકેશન લોન્ચ કરી હતી અને માત્ર 8 મહીનામાં જ, તેણે 50,000 કરતા વધારે રોજગાર પ્રદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ પોતાના પર રજિસ્ટર કર્યા હતા. આ રોજગાર પ્રદાતાઓની યાદીમાં મોટાભાગની સ્ટાર્ટઅપ કંપનીઓ જેવીકે BigBasket, Flipkart, UrbanClap, Ola, Portea, Uber, Jugnoo, Omaxe, CrossRoads, Zoomcar, 1MG અને ઘણી અન્ય સામેલ છે. આ મોબાઇલ અનુભવ મહત્તમ સંખ્યામાં લોકોને સાતત્યપૂર્ણ અનુભવ આપે છે.
Hathi Jobs મોબાઇલ એપએ મફતમાં ઉપલબ્ધ ઇન્ટરેક્ટિવ ટૂલ છે જે બ્લૂ કોલર રોજગાર વાંચ્છુઓને Android ફોન મારફત એન્ટ્રી લેવલ જોબ સર્ચ કરીને તેના માટે અરજી કરવાની સુવિધા આપે છે. Android ફોન 'Google Play Store' મારફત ઉપલબ્ધ આ નવી એપ્લિકેશન, સિંગલ ટચ એપ્લિકેશન સબમીશન સુવિધા ધરાવે છે, જેથી રોજગાર વાંચ્છુઓ સરળતાથી તેમની નજીકમાં ઉપલબ્ધ જોબને પસંદ કરીને તેને ક્લિક કરી શકે છે. પોતાના 50,000 યૂઝરોના રજિસ્ટ્રેશનની સિદ્ધિની જાહેરાત કર્યા બાદ આ નવી એપ લોન્ચ કરાઇ છે.
'LinkedIn of entry level jobs' તરીકે પ્રસંશા પામેલ જસ્ટ જોબ્સ એપ રોજગાર વાંચ્છુઓને તેમના લોકેશન અને કૌશલ્યની યોગ્ય રોજગાર પ્રદાતા સાથે મેચિંગ કરીને પોતાના સ્વપ્નોની નોકરી શોધવામાં મદદ કરે છે. ટારગેટ ઓડિયન્સ અનૌપચારિક સેક્ટર માટેનું છે, તે ધ્યાનમાં રાખીને, એપ, સાહજિક અને ઉપયોગકર્તાઓને અનુકૂળ ઇન્ટરફેસ સાથેની સરળ ડિઝાઇન ધરાવે છે. મોબાઇલ એપ પર પસંદ કરવા માટે હજારો જોબ્સ ઉપલબ્ધ છે.
Hathi Jobs ના સહ-સ્થાપક અને સીઇઓ Kishore Beniwal, ના જણાવ્યા પ્રમાણે, "'બ્લૂ કોલર સેક્ટર' નેસરળ, ઝડપી, સુરક્ષિત અને વપરાશ માટે મફત હોય તેવા એક સંગઠિત જોબ બોર્ડની જરૂર છે". તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, "Hathi Jobs Android ફોન એપ્લિકેશન સરળ, ઝડપી અને એક જ બટનના સ્પર્શથી જોબ્સ શોધીને તેના માટે અરજી કરવા માટેનો મફત માર્ગ છે".
Kishore Beniwal એ વધુમાં ઉમેર્યુ હતું કે, "હવે, ઓછી કીમતના સ્માર્ટફોન્સની ભરમાર અને ઇન્ટરનેટ સુધી સારી પહોંચને કારણે, ડિલીવરી બોય, એકાઉન્ટન્ટ, બેબીસીટર્સ, હાઉસમેઇડ્સ, ડ્રાઇવર્સ, પર્સનલ આસિસ્ટન્ટ, ઇલેક્ટ્રીશિયન, કૂક્સ, પ્લંબર્સ, સિક્યોરિટી ગાર્ડ્સ, વેઇટર્સ, ટેલિકોલર્સ, કાર્પેન્ટર્સ અને આઇટી પ્રોફેશનલ્સ સરળતાથી, એકદમ સરળ રીતે Hathi Jobs એપ પર લોગઇન કરીને સંભવિત રોજગાર પ્રદાતા સાથે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) નો પ્રયોગ કરીને જોડાઇ શકે છે".
Hathi Jobs એપ ની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છેઃ
- હંમેશા માટે મફતઃ રોજગાર વાંચ્છુઓ માટે, Hathi Jobs એપ સંપૂર્ણપણે મફત છે.
- રોજગાર વાંચ્છુઓ પ્રોડક્ટ નથીઃ વેબસાઇટ પ્રાવેસીને ગંભીરતાથી લે છે અને પોતાના હરીફોની જેમ, તે ક્યારેય અંગત માહિતી વેચતી નથી, ડેટા વેચવા તેમનું બિઝનેસ મોડલ છે.
- પ્રમાણિત જોબ્સ અને રોજગાર પ્રદાતાઓઃ વેબસાઇટ પર બનાવટી જોબ્સ અને બોગસ રોજગાર પ્રદાતાઓ માટે કોઇ સ્થાન નથી.
- એક ક્લિક પર અરજી કરોઃ નોકરી માટે અરજી કરવી આ પહેલા આટલું સરળ ક્યારેય નહોતું.
- સ્માર્ટ સર્ચ ફિલ્ટર્સ અને ડેશબોર્ડઃ તમારા સ્વપ્નની નોકરી મેળવવા માટે તમારી પ્રાધાન્યતાને અલગ તારવો. કંઇ અદ્ધરતાલ નહીં.
- મફત અને ત્વરિત જોબ એલર્ટ્સ: ફ્રી જોબ એલેર્ટસ ને તૈયાર કરી શકાય છે અને સંબંધિત જોબ્સને મોબાઇલ પર મેળવી શકાય છે.
- તાકીદે તમારી પસંદગીની જોબ્સ અને રોજગાર પ્રદાતાઓઃ તમને ગમતી હોય તે જોબ્સ અને રોજગાર પ્રદાતાને તમારા ફેવરીટ તરીકે માર્ક કરી શકાય છે.
Hathi Jobs એપને મફતમાં ડાઉનલોડ કરોઃ https://play.google.com/store/apps/details?id=com.hathi.jobs
એકંદરે, જસ્ટ જોબ્સ તમને વિશુદ્ધ રીતે કોઇપણ ગુપ્ત અથવા અન્ય ખર્ચ વિના સૌથી લાયક ઉમેદવારની માહિતી પૂરી પાડવા સાથે જાહેરાત મુક્ત અનુભવ પૂરો પાડે છે. તે અન્ય હરીફોની એપ કરતા વધારે ઝડપી ચાલે છે અને જોબ્સ સર્ચ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
Hathi Jobs વિશે:
Hathi Jobs એ નવતર ઓનલાઇન સ્ટાફિંગ કંપની છે, જે ભારતમાં બ્લૂ કોલર જોબ સેક્ટરને સમર્પિત છે. તે અનૌપચારિક સેક્ટરની તમામ ભરતીઓ માટે સમાધાન એક જ સ્થાને પુરુ પાડનાર પ્લેટફોર્મ છે જે રોજગાર પ્રદાતાઓ (ઘરેલૂ અને નાનાથી માડી મધ્યમ કક્ષાના બિઝનેસ) અને રોજગાર વાંચ્છુઓ, બંનેને કૌશલ્ય અને તક વચ્ચેના અંતરને દૂર કરવા સમર્થ બનાવે છે. રોજગાર પ્રદાતાઓ અને રોજગાર વાંચ્છુઓ, બંનેએ સતત છેતરપિંડી કરનારી એજન્સીઓ પર આધાર રાખવો પડતો હોય છે, જોકે Hathi Jobsનો ઉપયોગ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને ખોટી રીતોથી મુક્ત બનાવે છે. માત્ર બ્લૂકોલર જોબ્સ પર ધ્યાન કેન્દ્રીત કરનાર Hathi Jobs સાચેજ લોકોની પોર્ટલ છે, જેનો આશય રોજગાર પ્રદાતાઓને કૌશલ્યવાન લોકોને કોઇપણ જાતના પ્રયાસ વિના કામ માટે હાયર કરવામાં મદદ કરવાની સાથે જ રોજગાર વાંચ્છુઓને સારી નોકરી ઝડપી અને સરળ રીતે પ્રાપ્ત કરવા સમર્થ બનાવે છે.
Hathi Jobs Internet Services Pvt. Ltd. કંપની, Hathi Jobsએ નવી દિલ્હી, ભારત સ્થિત છે અને તેની સ્થાપના ઓગસ્ટ 2016માં કરવામાં આવી હતી. Hathi Jobs વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને https://www.hathijobs.com/company ની મુલાકાત કરો. રોજગાર પ્રદાતાઓ અને રોજગાર વાંચ્છુ બંને, મુખ્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પર તેની વ્યાપક હાજરી મારફત ઉપયોગી અપડેટ્સ, સંબંધિત માહિતીઓ અને સૂચનો મેળવી શકે છે.
મીડિયા સંપર્ક
Sitaram Madhukar
VP - Digital Marketing
Kshitij Apps Private Limited
hello@hathijobs.com
+91-9891448855
SOURCE Kshitij Apps Private Limited